Back to Home

ઇજનેરોની મોટી ભરતીમાં જીટીયુ સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓને અન્યાય

વડોદરા, તા.27 ગુજરાત સરકાર દ્વારા ડિપ્લોમા સિવિલ એન્જિનિયરની ભરતીમાં ખાનગી યુનિવર્સિટીના ઉમેદવારોને લાભ થાય અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અથવા તેને સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓને અન્યાય થાય તેવું ટાઇમટેબલ બનાવતા સરકારી કોલેજોમાં અભ્યાસ કરતા હજારો વિદ્યાર્થીઓમાં નિરાશા વ્યાપી છે. આ અંગેની વિગત એવી છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અધિક મદદનીશ ઇજનેર (સિવિલ) વર્ગ-૩ની ૮૨૪ પદો તેમજ વર્ક આસિસ્ટન્ટ વર્ગ-૩ની ૫૧૩ પદોની ભરતી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ડિપ્લોમા સિવિલ એન્જિનિયરના ઉમેદવારો માટે કરવામાં આવતી આ ભરતીમાં અધિક મદદનીશ ઇજનેર માટે તા.૧૩ મેથી તા.૨૭ મે સુધી અને વર્ક આસિસ્ટન્ટની ભરતી માટે તા.૨૦ મેથી તા.૩ જૂન સુધી ફોર્મ ભરી શકાશે તેમ જણાવાયું છે. ફોર્મ ભરવાની ઉપરોક્ત તારીખોમાં ખાનગી યુનિવર્સિટીના ડિપ્લોમા સિવિલના વિદ્યાર્થીઓની પરીક્ષા પૂર્ણ થઇ ગઇ અને રિઝલ્ટ પણ આવી ગયા છે જેથી તેઓ જ આ ભરતીમાં ઉમેદવારી કરી શકશે.

Download Study Material

Get the complete PDF/Resource for this topic.

Download Now

Download the Jagrut Awaaz App

Get instant access to study materials, notes, and updates right on your phone.

Organization Code: 7736689